આંખની એક બીમારી ‘કન્જંક્ટિવાઈટિસ’ માટે ભારતમાં ઘણી માન્યતાઓ છે. તેને ‘પિન્ક આઈ’ અથવા સરળ શબ્દોમાં ‘આંખ આવવી’ પણ કહેવાય છે. આંખની આ સંક્રામક બીમારી એકથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. તેના ઘણા કારણો છે. કોઈની લાલ આંખો જોવાથી નથી ફેલાતી ‘કન્જંક્ટિવાઈટિસ’ બીમારી, આ આર્ટિકલ દ્વારા ર્ડા સુરભી કાપડિયા જે વડોદરા ના એક નામાંકિત આંખ ના નિષ્ણાંત ડૉક્ટર છે આપણને કન્જંક્ટિવાઈટિસ વિષે ની તમામ માહિતી વિસ્તૃત રીતે આપશે.
શ્વસન તંત્ર અથવા નાક-કાન, ગળાંમાં કોઈ પ્રકારનું સંક્રમણ થવા પર કન્જંક્ટિવાઈટિસ ઈન્ફેક્શન થાય છે. તેની શરૂઆત એક આંખથી થાય છે અને ઝડપથી તે બીજી આંખમાં ફેલાય છે. સામાન્ય રીતે તે શિયાળામાં અને ચોમાસાંમાં વધારે થાય છે. કન્જંક્ટિવાઈટિસને કારણે આંખો લાલ થઈ જાય છે. આંખમાંથી પ્રવાહી નીકળે છે અને ખંજવાળ સહિતની ઘણી સમસ્યા થાય છે.
શું હોય છે કન્જંક્ટિવાઈટિસ અને તેના કયા લક્ષણો છે? તેનાથી બચવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ….
શું હોય છે કન્જેક્ટિવાઇટિસ?
આંખ ૫૨ એક આવરણ બની જવું, એ પાંપણના અંદરના ભાગ અને આંખના સફેદ ભાગને કવર કરે છે. આ આવરણને કન્જેક્ટિવાઇટિસ કહેવાય છે.
આ આવરણમાં ઇન્ફેક્શન કે એલર્જી થવા પર સોજો આવે છે એને કન્જેક્ટિવાઇટિસ અથવા ‘આઇ ફ્લૂ’ના નામે ઓળખાય છે. આવી પરિસ્થિતિમાં આંખમાંથી ચીકણો પદાર્થ, ખંજવાળ અને લાલાશ જેવી સમસ્યા થાય છે.
કન્જેક્ટિવાઇટિસનાં લક્ષણો વિષે જાણો :
- આંખમાંથી લીલા અથવા પીળા રંગનું પાણી નીકળવું
- ગુલાબી અથવા લાલા આંખ થવી
- આંખમાંથી પાણી આવવું
- આંખમાં દુખાવો થવો અને ખંજવાળ આવવી
- આંખમાંથી સતત ચીકણું પ્રવાહી વહેવું
- આંખમાં ખૂંચે એવો અનુભવ થવો
- આંખ સૂજી જવી
- પાંપણ પર એક આવરણ બની જવું કે પાંપણ ફુલી જવી
કન્જેક્ટિવાઇટિસનાં કારણો શું હોય છે ?
- આંખ ૫૨ એક આવરણ બની જાય છે અને આંખ સુજી જાય તે કન્જેક્ટિવાઇટિસ માં ઘણું કોમન છે.
- એલર્જીક કન્જેક્ટિવાઇટિસ: એ પશુઓના શરીરમાંથી નીકળતી રસી, ધૂળના કણો, રેગ્વિડ પોલેન અથવા ઘાસને કારણે થાય છે
- જાઇન્ટ પેપિલરી કન્જેક્ટિવાઇટિસ કોન્ટેક્ટ લેન્સ લાંબા સમય સુધી ઉપયોગ કરવા પર અથવા આંખના ટાંકામાં સમસ્યા થવા પર થાય છે
- કેમિકલ કન્જેક્ટિવાઇટિસ: સ્વિમિંગ પૂલમાં રહેલા ક્લોરિન, વાયુ પ્રદૂષણ અથવા કોઈ હાનિકારક કેમિકલના સંપર્કમાં આવવાથી થાય છે
- ઇન્ફેશિયસ કન્જેક્ટિવાઈટિસ: એડેનોવાઇરસ અથવા સ્ટ્રેપ્ટોકોકસ અને સ્ટેફિલોકોકસ બેક્ટેરિયાને કારણે થાય છે
- ઓપ્થમિયા કન્જેક્ટિવાઇટિસ: બર્થ કેનાલમાં ગોનોરિયા અથવા ક્લેમાઇડિયા જેવા બેક્ટેરિયાને કારણે નાનાં બાળકોમાં થાય છે
આ ઉપરાંત નીચે જણાવેલ કારણે પણ થઈ શકે છે કન્જેક્ટિવાઈટિસ
- ઇન્ફેક્ટેડ લોકોના સંપર્કમાં આવવાથી
- ઇન્ફેક્ટેડ લેયરના સંપર્કમાં આવવાથી
- જૂની ઇન્ફેક્ટેડ, ગંદી કોસ્મેટિક પ્રોડક્ટ્સના ઉપયોગથી
- ઈન્ફેક્ટેડ રૂમાલના ઉપયોગથી
- ખરાબ અથવા વધારે ક્લોરિનવાળા સ્વિમિંગ પૂલમાં તરવાથી
- ડિલિવરી દરમિયાન ઇન્ફેક્ટેડ માતાને લીધે બાળકને થાય છે
કન્જેક્ટિવાઇટિસ સંબંધિત પ્રચલિત માન્યતાઓ
- કન્જેક્ટિવાઇટિસ અલગ અલગ પ્રકારના હોય છે
- ઇન્ફલ્શિયસ કન્જેક્ટિવાઇટિસ જ એકથી બીજા લોકોમાં ફેલાય છે પરંતુ કોઈ ઇન્ફેક્ટેડ વ્યક્તિની આંખોમાં જોવાથી નથી ફેલાતો
- આંખોમાંથી નીકળતા પ્રવાહીના ડાયરેક્ટ સંપર્કમાં આવવાથી થાય છે
-
કોઈની આંખોમાં જોવાથી આ બીમારી થાય છે એ માત્ર માન્યતા છે.
કન્જેક્ટિવાઇટિસ થવા પર આ ઉપાય કરો
- બળતરાથી રાહત મેળવવા માટે આંખો પર ‘કોલ્ડ કમ્પ્રેસ’ લગાવો
- ખંજવાળ અથવા બળતરા થાય તો આઇ ડ્રોપનો ઉપયોગ કરો
- રૂ પાણીમાં પલાળી પાંપણ પર જમા થયેલા ડિસ્ચાર્જન સાફ કરો
- આંખ સ્વસ્થ ન થાય ત્યાં સુધી કોન્ટેક્ટ લેન્સ નપહેરો પાંપણ અને ચહેરાને માઇલ્ડ સાબુથી જ ધુઓ
- આંખો મસળવાથી બચો, એનાથી બીજી સમસ્યા થઈ શકે છે
- આંખમાં આઇ ડ્રોપ નાખતાં પહેલાં હાથ ધોઈ લો
- ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈપણ દવા ન લો
કન્જેક્ટિવાઇટિસથી બચવા માટે આ રીત અપનાવો
- રૂમાલ, મેકઅપ અને કોન્ટેક્ટ લેન્સ સહિતનો પર્સનલ સામાન અન્ય લોકો સાથે શેર ન કરો
- લેન્સને બદલે ચશ્માં પહેરો
- લેન્સ લગાવતાં અને દૂર કરતાં પહેલાં હાથ ધુઓ
- લેન્સ સ્ટેરાઇલ કોન્ટેક્ટ સોલ્યુશનથી સાફ કરો
- આઇ ડ્રોપ અથવા મલમ લગાવતાં પહેલાં હાથ ધુઓ
- રૂમાલ, ચાદર અને ઓશીકાં ગરમ પાણીથી ધુઓ
- આંખમાં ઇન્ફેક્શન હોય તો ઘરે જ રહો
જો આપ પણ ઉપર જણાવ્યા માંથી કોઈ પણ પ્રકારના લક્ષણો નો અનુભવ કરતા હોવ તો, તમારા નજીક ના આંખના સ્પેશ્યલિસ્ટ કે આંખ ના ડૉક્ટર ની અચૂક મુલાકાત લો. ડૉ સુરભી કાપડિયા જે વડોદરા ના અને મધ્ય ગુજરાત ના એક જાણીતા આંખના ડૉક્ટર છે એ વધુ માં જણાવે છે કે કન્જેક્ટિવાઇટિસ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
ર્ડા સુરભી કાપડિયા વડોદરા ના એક નામાંકિત આંખના ડૉક્ટર છે જેમને 15000 થી પણ વધુ મોતિયાના ઓપેરશન કરેલ છે. ડૉ સુરભી કાપડિયા ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ઓક્યુલોપેલિસ્ટિક સર્જન છે. ર્ડા સુરભી કાપડિયા વડોદરા માં આદિકયુરા હોસ્પિટલ માં તો મળે જ છે પણ તદુપરાંત તે તેમની સેવાઓ આદિકયુર સુપરસ્પેશ્યલિટી ક્લિનિક ગોધરા , દાહોદ અને આણંદ ખાતે પણ આપે છે .
આંખ ને લગતી વિવિધ બીમારીઓ અને તેની સારવાર ની વધુ માહિતી માટે અમારા હેલ્થ બ્લોગ સેકશન જરૂર થી વાંચો